Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો, ક્રૂડ ઓઈલમાં ખરીદી યથાવત્

સોનામાં નરમાશ બાદ નીચલા સ્તરેથી રિકવરી આવતા સ્થાનિક બજારમાં કિંમતો આશરે અડધા ટકાથી વધુ વધીને 1 લાખ 51 હજારને પાર પહોંચી, જ્યારે COMEX પર 4327 ડૉલરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાની આશાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 12:23 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો, ક્રૂડ ઓઈલમાં ખરીદી યથાવત્કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી સુધારો, ક્રૂડ ઓઈલમાં ખરીદી યથાવત્
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો વધીને 280ના સ્તરની પાસે જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 95.96 પ્રતિ ડૉલરની સામે 95.89 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

પશ્ચિમ એશિયામાં તણાવ વધતા અને સાઉદી દ્વારા સપ્ટેમ્બરની અમુક ડિલિવરી રદ્દ કરી હોવાથી બજારમાં ફરી સપ્લાયને લઈ ચિંતા વધતા ક્રૂડની કિંમતોને સપોર્ટ મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 108 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં પણ ખરીદદારી જોવા મળી રહી છે.

ક્રૂડમાં તેજીના કારણો

રૉયટર્સે સાઉદી અરબે સપ્ટેમ્બરની અમુક ડિલિવરી રદ્દ કરી. યૂરોપના ગ્રાહકોની સપ્ટેમ્બરની ડિલિવરી રદ્દ કરી. સાઉદીએ ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન બંધ કરી. હૂતિયોના હુમલામાં પાઈપલાઈનને નુકસાન થયું.

બધા સમાચાર

+ વધુુ વાંચો