Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક પાછી ફરી, ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સની ચમક વધી, એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર નોંધાયો, અહીં USના મોંઘવારીના આંકડા પહેલા વૈશ્વિક બજારમાં પણ બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2026 પર 1:16 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક પાછી ફરી, ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડોકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક પાછી ફરી, ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો
ઉલ્લેખનિય છે કે USના નોન ફાર્મ પેરોલના આંકડા અનુમાન કરતા મજબૂત આવ્યા હોવાથી અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાશથી સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 93.91 પ્રતિ ડૉલરની સામે 93.81 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં સોનામાં મજબૂત આવતા કિંમતો 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 1 લાખ 43 હજારના સ્તરે પાર પહોંચતી દેખાઈ, જ્યારે COMEX પર દોઢ ટકા જેટલી તેજી સાથે 4100 ડૉલરને પાર કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે USના નોન ફાર્મ પેરોલના આંકડા અનુમાન કરતા મજબૂત આવ્યા હોવાથી અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાશથી સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદદારી આવતા સ્થાનિક બજારમાં ભાવ 3000 રૂપિયા પ્રતિ કિલો વધી, દોઢ ટકાથી વધુ વધીને 1 લાખ 88 હજારને પાર પહોંચ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં અઢી ટકા જેટલી તેજી સાથે 53 ડૉલરને પાર કારોબાર નોંધાયો હતો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સની ચમક વધી, એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર નોંધાયો, અહીં USના મોંઘવારીના આંકડા પહેલા વૈશ્વિક બજારમાં પણ બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો