Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, બેઝ મેટલ્સની ખરીદદારી આગળ વધી

ચાંદીમાં સોના કરતા વધારે તેજી આવતા સ્થાનિક બજારમાં આશરે અઢી ટકાથી વધુની તેજી સાથે 2 લાખ 43 હજારને પાર કારોબાર નોંધાયો, તો વૈશ્વિક બજારમાં સાડા 3 ટકાથી વધુની ખરીદદારી સાથે 75 ડૉલરને પાર કિંમતો પહોંચતી દેખાઈ હતી. અહીં ઓછી ઇન્વેન્ટરી સામે વધતી ઇન્ડસ્ટ્રીયલ અને રોકાણની માગનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 05, 2026 પર 12:23 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, બેઝ મેટલ્સની ખરીદદારી આગળ વધીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક વધી, બેઝ મેટલ્સની ખરીદદારી આગળ વધી
ફ્યૂચર્સમાં પોઝિટીવ શરૂઆત થઈ. 2025માં ક્રૂડમાં 5 વર્ષમાં સૌથી મોટો વાર્ષિક ઘટાડો નોંધાયો. તેલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો કોઈ ફેરફાર વગર 90.20 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

નવા વર્ષમાં પણ સોનાની તેજી આગળ વધતા comex પર ભાવ 4407 ડૉલરને પાર પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો વધીને 1 લાખ 37 હજારને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં ભૌગોલિક તણાવ, US વ્યાજ દરમાં કાપ, સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદીનો સપોર્ટ મળી રહ્યો છે.

2026ની શરૂઆત સોના માટે સારી

વૈશ્વિક બજારમાં ભાવ 4350 ડૉલરને પાર પહોંચતા દેખાયા. આજે COMEX પર 4400 ડૉલરે પાર કારોબાર છે. 2025માં કિંમતો 65% જેટલી વધી. ભૌગોલિક તણાવ, US વ્યાજ દરમાં કાપ, સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદીનો સપોર્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો