Get App

કોમોડિટી લાઇવ: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં ખરીદી યથાવત્

ક્રૂડ ઓઈલની કિંમતો વઘતા બ્રેન્ટના ભાવ 100 ડૉલરને પાર પહોંચતા જોવા મળ્યા, તો NYMEX ક્રૂડમાં 96 ડૉલરની પાસે કિંમતો જોવા મળી હતી..અહીં બ્રેન્ટની કિંમતો મે 2026 બાદથી સૌથી ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ, ઉલ્લેખનિય છે કે US-ઈરાન વચ્ચે સતત વધતા તણાવના કારણે સપ્લાય ઘટવાની આશંકાએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 10, 2026 પર 12:42 PM
કોમોડિટી લાઇવ: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં ખરીદી યથાવત્કોમોડિટી લાઇવ: વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની ચમક વધી, ક્રૂડ ઓઈલમાં ખરીદી યથાવત્
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકા જેટલી વેચવાલી સાથે ભાવ 266ના સ્તરની પાસે પહોંચતા દેખાયા હતા.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો થઈ 95.11 પ્રતિ ડૉલરની સામે 95.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ક્રૂડ ઓઈલ અને બૉન્ડ યીલ્ડમાં ઉછાળાની અસર કરન્સી બજાર પર જોવા મળી રહી છે.

બોન્ડ બજારની સ્થિતિ

US ટ્રેઝરી આજે લાંબી તારીખના ડેટ ખરીદશે. $6 બિલિયનના લોન્ગર ડેટેડ ડેટ ખરીદશે. ગયા મહિને કરેલી $2 બિલિયનની જાહેરાતની સામે 3 ગણા છે. બેસેન્ટે બાયબેકની ઝડપ બણી કરવાની વાત કરી હતી.

બોન્ડ યીલ્ડમાં તેજી

બધા સમાચાર

+ વધુુ વાંચો