Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તોફાની તેજી, ક્રૂડમાં 4 મહિનાના ઉપલા સ્તરે કારોબાર

સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, અહીં સ્થાનિક બજારમાં કિંમતો આશરે 7 ટકાથી વધુ વધીને 1 લાખ 77 હજેરને પાર પહોંચી, તો COMEX પર રેકોર્ડ 5600 ડૉલર સુધીના સ્તર પણ બન્યા હતા, US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ ન થતા અને આગળ પણ કોઈ કાપના સંકેતો ન મળતા અહીં સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સપોર્ટ મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 29, 2026 પર 1:58 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તોફાની તેજી, ક્રૂડમાં 4 મહિનાના ઉપલા સ્તરે કારોબારકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તોફાની તેજી, ક્રૂડમાં 4 મહિનાના ઉપલા સ્તરે કારોબાર
બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો કોપરની કિંમતો આશરે 2 ટકા વધી. વૈશ્વિક બજારમાં કોપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર થયો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈને 91.78 પ્રતિ ડૉલરની સામે 91.99 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે મોટા પાયે કેપિટલ આઉફ્લો, US ટ્રેડ ડીલને લઈ અનિશ્ચિતતા, US ફેડ તરફથી સ્થિર વ્યાજ દર અને ભૌગોલિક તણાવ વધવાના કારણે રૂપિયા પર દબાણ બની રહ્યું છે.

કરન્સી બજારમાં કારોબારની વાત કરીએ તો ડૉલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે ખૂલ્યો. ડૉલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈને ખૂલ્યો. મોટા પાયે કેપિટલ આઉટ ફ્લોના કારણે રૂપિયા પર દબાણ રહ્યા. US ફેડ દ્વારા વ્યાજ દર સ્થિર રહેતા ડૉલરને સપોર્ટ મળ્યો.

સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, અહીં સ્થાનિક બજારમાં કિંમતો આશરે 7 ટકાથી વધુ વધીને 1 લાખ 77 હજેરને પાર પહોંચી, તો COMEX પર રેકોર્ડ 5600 ડૉલર સુધીના સ્તર પણ બન્યા હતા, US ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ ન થતા અને આગળ પણ કોઈ કાપના સંકેતો ન મળતા અહીં સેફ હેવન ડિમાન્ડ વધવાના કારણે સપોર્ટ મળી રહ્યો છે.

પ્રિશિયસ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો COMEX પર સોનાએ 5600 ડૉલરના સ્તર બનાવ્યા. સ્થાનિક બજારમાં સોનામાં 7 ટકાથી વધુની તેજી જોઈ. MCX પર સોનાનો ભાવ 1 લાખ 77 હજારને પાર પહોંચ્યો. વૈશ્વિક બજારમાં ચાંદીએ 119 ડૉલરના નવા રેકોર્ડ બનાવ્યા. જાન્યુઆરીમાં હાલ સુધી ચાંદીની કિંમતો 60 ટકા જેટલી વધી. MCX પર પહેલીવાર ચાંદીની કિંમતો 4 લાખને પાર પહોંચી. MCX પર ચાંદીમાં સાડા 4 ટકાથી વધુની ખરીદદારી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો