Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નવા રેકોર્ડ સ્તરે કારોબાર, નબળા ડૉલરથી મેટલ્સમાં ખરીદદારી

ચાંદીમાં તોફાની તેજી આગળ વધતા અહીં સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં આશરે 3 ટકાથી વધુની ખરીદદારી સાથે નવા રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો, જ્યાં વૈશ્વિક બજારમાં 92 ડૉલરને પાર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં પહેલીવાર 3 લાખ પ્રતિ કિલો કિંમતો પહોંચતી દેખાઈ હતી.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2026 પર 11:58 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નવા રેકોર્ડ સ્તરે કારોબાર, નબળા ડૉલરથી મેટલ્સમાં ખરીદદારીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નવા રેકોર્ડ સ્તરે કારોબાર, નબળા ડૉલરથી મેટલ્સમાં ખરીદદારી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 9 ટકાની તેજી આવતા કિંમતો 305ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 17 પૈસા મજબૂત થઈ 90.87 પ્રતિ ડૉલરની સામે 90.70 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને ફેડ ચેરમેનને લઈ અનિશ્ચિતતાએ સોનામાં ફરી રેકોર્ડ સ્તર બન્યા, જ્યાં COMEX પર ભાવ 4660 ડૉલરને પાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 44 હજારને પાર આશરે દોઢ ટકા જેટલી તેજી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે 1લી ફેબ્રુઆરીથી ટ્રમ્પ યુરોપિયન દેશો પર 10 ટકા ટેરિફ લગાવશે તેવી જાહેરાત બાદ ભૌગોલિક તણાવ વધ્યો હોવાથી સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ પણ મળી રહ્યો છે.

ચાંદીમાં તોફાની તેજી આગળ વધતા અહીં સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં આશરે 3 ટકાથી વધુની ખરીદદારી સાથે નવા રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો, જ્યાં વૈશ્વિક બજારમાં 92 ડૉલરને પાર કિંમતો પહોંચી, તો સ્થાનિક બજારમાં પહેલીવાર 3 લાખ પ્રતિ કિલો કિંમતો પહોંચતી દેખાઈ હતી.

ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીનો સપોર્ટ મળતા બેઝ મેટલ્સની ચમક વધી, શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નિકલ સહિત તમામ મેટલ્સમાં તેજી રહી, જ્યાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સના ભાવ આશરે અડધા ટકાથી વધુ વધ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો