Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે મિશ્ર કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી રીકવરી

ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે. બ્રેન્ટ અને સ્થાનિક બજારમાં ક્રૂડમાં આજે ઉછાળો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 06, 2025 પર 12:37 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે મિશ્ર કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી રીકવરીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આજે મિશ્ર કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી આવી રીકવરી
ચાંદીમાં આજે દબાણ જોવા મળ્યું છે કોમેક્સ પર ચાંદીમાં અડધા ટકાનો ઘટાડો છે સાથે સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનું જ કામકાજ છે.

કોમેક્સ પર સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે 2882ના ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા બાદ આજે સોનું ઉપલા સ્તરેથી ઘટતું જોવા મળ્યું છે. mcx પર પણ સોનાના ભાવ 84700ને પાર છે. આજે સ્થાનિક બજારમાં ખરીદી છે. ઉલ્લેખનીય છે કે ટ્રેડ વોર અને અનિશ્ચિતતાને પગલે હાલમાં સોનામાં ખરીદદારી જોવા મળી રહી છે.

ચાંદીમાં આજે દબાણ જોવા મળ્યું છે કોમેક્સ પર ચાંદીમાં અડધા ટકાનો ઘટાડો છે સાથે સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનું જ કામકાજ છે. ચાંદીમાં 3 મહિનાના ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે.

US ડોલરમાં દબાણ આવતા આજે મેટલ્સમાં તેજી છે. LME પર મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે પણ સ્થાનિક બજારમાં તમામ બેઝ મેટલ્સમાં તેજી છે. કોપર 13 સપ્તાહના ઉપલા સ્તરે છે. તો લેડ 5 અને એલ્યુમિનિયમ 2 સપ્તાહના ઉપલા સ્તરે છે.

US ડોલરમાં ઘટાડાતાથી મેટલ્સમાં તેજી આવી. US પ્રાઈવેટ પેરોલ 183,000 પર રહ્યા. US-ચીન વચ્ચે ટેરિફ વૉર વધુ તીવ્ર થયું. 10 ફેબ્રુઆરીથી ચીન પર ટેરિફ લાગશે. ચીને WTOમાં US સાથે વાતચીત કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો