શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા નબળો થઈ 94.82 પ્રતિ ડૉલરની સામે 94.87 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ક્રૂડમાં ઉછાળો અને USના મોંઘવારીના આંકડા પહેલા ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડ યીલ્ડમાં મજબૂતીની અસર રૂપિયા પર બની રહી છે.

