Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર, ક્રૂડમાં તેજી આગળ વધી

ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરની પાસે કિંમતો સ્થિર રહી, વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલરની પાસે રહ્યા, આશરે 12 વર્ષના ઉપલા સ્તરે કારોબાર રહ્યો, અને સ્થાનિક બજારમાં કિંમતો 1 લાખને પાર પણ પહોંચતી દેખાઈ હતી. જે બાદ mcx પર 99,460ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2024 પર 11:54 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર, ક્રૂડમાં તેજી આગળ વધીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર, ક્રૂડમાં તેજી આગળ વધી
સ્થાનિક બજારમાં કોપર સિવાય તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર રહ્યો

સોનામાં રેકોર્ડ સ્તરની પાસે કિંમતો સ્થિર રહેતા comex પર 2740 ડૉલરની પાસે કામકાજ રહ્યું, તો સ્થાનિક બજારમાં 78,545ના સ્તરની આસપાસ ભાવ પહોંચતા દેખાયા, અહીં વેસ્ટ એશિયામાં તણાવ અને USમાં ચૂંટણીને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરની પાસે કિંમતો સ્થિર રહી, વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલરની પાસે રહ્યા, આશરે 12 વર્ષના ઉપલા સ્તરે કારોબાર રહ્યો, અને સ્થાનિક બજારમાં કિંમતો 1 લાખને પાર પણ પહોંચતી દેખાઈ હતી. જે બાદ mcx પર 99,460ના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

દિવાળી સોના-ચાંદીની ચાલ

2024માં હાલ સુધી સોનાની કિંમતો 33 ટકા વધી. 2024માં હાલ સુધી ચાંદીની કિંમતો 32 ટકા વધી. ચાંદીનો માર્ચ અને મે વાયદો 1 લાખને પાર પહોંચ્યો. ચાંદીમાં આશરે 12 વર્ષના ઉપલા સ્તરે કારોબાર થઈ રહ્યો છે. યુરોપિયન સેન્ટ્ર બેન્કે સતત ત્રીજીવાર વ્યાજ દરમાં કાપ કર્યો. USમાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી અંગે અનિશ્ચિતતા રહેશે. વેસ્ટ એશિયામાં તણાવથી કિંમતોને સપોર્ટ મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો