Defence Export: ભારતનું રક્ષા એક્સપોર્ટ નવી ઊંચાઈઓએ પહોંચ્યું છે. આત્મનિર્ભર ભારતની પહેલના કારણે દેશનો રક્ષા ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025માં ભારતનું રક્ષા એક્સપોર્ટ 236.2 અરબ રૂપિયા સુધી પહોંચ્યું, જે 2014ની સરખામણીએ 34 ગણું વધારે છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 12%નો વધારો નોંધાયો છે. આ સિદ્ધિ એવા સમયે મળી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યું છે.