Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ 73 ડૉલરની નીચે, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણ

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં પોઝિટીવ કારોબાર રહ્યો પણ કોપર અને લેડમાં દબાણ જોવા મળ્યું, અહીં નવેમ્બર મહિનામાં US PCE મોંઘવારીના આંકડા નબળા રહેતા મેટલ્સની ચાલ બગડતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Dec 24, 2024 પર 2:18 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ 73 ડૉલરની નીચે, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણકોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ 73 ડૉલરની નીચે, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણ
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકા વધીને 317ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે સોનાની કિંમતો પર ઉપલા સ્તરેથી નરમાશ જોવા મળી, જ્યાં COMEX પર ભાવ 2616 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 76,220ના સ્તરની પાસે કારોબાર થઈ રહ્યો છે..આ સાથે જ 2024માં સોનાની કિંમતો આશરે 27 ટકા વધતી દેખાઈ છે. મજબૂત ડૉલરના કારણે કિંમતો ઘટી છે. 2024માં સોનાની કિંમતો આશરે 27 ટકા વધી. સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારીનો સપોર્ટ છે. ભૌગોલિક તણાવના કારણે પણ કિંમતો પર અસર રહેશે.

ચાંદીમાં આશરે 3 મહિનાના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 29 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 89,285ના સ્તરની પાસે કારોબાર થતો દેખાયો હતો. 3 મહિનાના નીચલા સ્તરેથી કિંમતોમાં રિકવરી થઈ. ચાઈનીઝ સોલર પેનલ ઈન્ડસ્ટ્રીમાં ઓવરકેપેસીટી છે. યુઆનના ડિ-વેલ્યુએશનના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં પોઝિટીવ કારોબાર રહ્યો પણ કોપર અને લેડમાં દબાણ જોવા મળ્યું, અહીં નવેમ્બર મહિનામાં US PCE મોંઘવારીના આંકડા નબળા રહેતા મેટલ્સની ચાલ બગડતી જોવા મળી.

કિંમતો 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચ્યા. નવેમ્બરમાં US PCE મોંઘવારીના આંકડા નબળા રહ્યા. ચાઈના તરફથી ફિસકલ સપોર્ટના અભાવે કિંમતો પર અસર રહેશે. ચાઈના પર US દ્વારા ટેરિફ લગાવવાની આશંકાએ ભાવ ઘટ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો