Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નફાવસુલી યથાવત, બેઝ મેટલ્સની ચમક ઘટી

ગયા અઠવાડિયે એલ્યુમિનિયમના ભાવમાં 2% ઘટાડો નોંધાયો. ટ્રમ્પ ટેરિફથી પ્રભાવિત ઉત્પાદનોની યાદીની સમીક્ષા કરી રહ્યું છે અમેરિકા. ગ્રાહકોને ડ્યુટીથી નુકસાન થવાની ચિંતાથી અમુક વસ્તુઓને રાહત મળી શકે છે. એક્સચેન્જ વેરહાઉસિસમાં સપ્લાઇ વધવાના કારણે LME કોપરમાં ઘટાડો થયો.

MoneyControl Newsઅપડેટેડ Feb 16, 2026 પર 12:44 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નફાવસુલી યથાવત, બેઝ મેટલ્સની ચમક ઘટીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નફાવસુલી યથાવત, બેઝ મેટલ્સની ચમક ઘટી
સોનાની સરખામણીએ ચાંદીમાં વધારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આજે પણ ચાંદીમાં MCX અને કોમેક્સ પર કિંમતો 3% થી વધારે તૂટી છે.

શરૂઆતી કારોબાર રૂપિયો 2 પૈસા મજબૂત થઇને ₹90.64 પ્રતિ ડૉલરની સામે ₹90.62 પ્રતિ ડૉલર પર ખૂલ્યો.

સોનામાં આજે ફરી ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો. કોમેક્સ પર ભાવ $5,000/ozની નીચે આવ્યા. સ્થાનિક બજારમાં પણ લગભગ એખ ટકાના ઘટાડા સાથે કિંમતો દોઢ લાખના સ્તરની નીચે પહોંચી. ઉલ્લેખનિય છે કે સોનામાં રેકોર્ડ રેલી બાદ નફાવસુલીને કારણે સતત કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી રહી છે. સાથે જ ડોલર ઇન્ડેક્સ પણ તાજેતરના તેના ઉચ્ચતમ સ્તરથી નીચે આવ્યો છે. જેના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો કોમેક્સ પર ભાવ $5,000/ozની નીચે પહોંચ્યા. USના મોંઘવારીના ડેટા અપેક્ષા કરતાં નબળા છે. ડોલર ઇન્ડેક્સ તાજેતરના તેના ઉચ્ચતમ સ્તરથી નીચે આવ્યો છે.

આ સપ્તાહના માર્કેટ ડેટા

બધા સમાચાર

+ વધુુ વાંચો