Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી આગળ વધી, ક્રૂડ ઓઈલમાં દબાણ, બ્રેન્ટ $66ની પાસે

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં 1 ટકાથી વધુનું દબાણ રહ્યું, અહીં વૈશ્વિક બજારમાં કોપરમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે શુક્રવારે ભાવ આશરે 3 ટકા તૂટ્યા હતા. ડૉલર ઇન્ડેક્સમાં ખરીદદારી આવતા બેઝ મેટલ્સની ચમક ઘટતી દેખાઈ હતી.

MoneyControl Newsઅપડેટેડ Feb 02, 2026 પર 12:11 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી આગળ વધી, ક્રૂડ ઓઈલમાં દબાણ, બ્રેન્ટ $66ની પાસેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી આગળ વધી, ક્રૂડ ઓઈલમાં દબાણ, બ્રેન્ટ $66ની પાસે
ચાંદીમાં પણ દબાણ આગળ વધતા અહીં સ્થાનિક બજારમાં ભાવ આશરે 6 ટકા જેટલા ઘટીને 2 લાખ 50 હજારની નીચે આવ્યા, તો વૈશ્વિક બજારમાં સાડા 8 ટકાથી વધુના ઘટાડા સાથે 78 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 22 પૈસા મજબૂત થઈને 91.98 પ્રતિ ડૉલરની સામે 91.76 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં વેચવાલી આગળ વધતા COMEX પર આશરે સાડા 3 ટકાથી વધુની વેચવાલી સાથે 4680 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ગઈકાલે 4630 ડૉલર સુધી કિંમતો ઘટી ચુકી હતી, તો સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 1 લાખ 41 હજારની પાસે કિંમતો પહોંચતી દેખાઈ હતી. ઉલ્લેખનિય છે કે, કેવિન વૉશ ફેડના નવા ચેરમેન બન્યા હોવાથી શુક્રવારે ડૉલર ઇન્ડેક્સને સપોર્ટ મળતા સોનામાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જોકે ત્યાર બાદ વૈશ્વિક બજારમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ જોવા મળી હતી.

સોનામાં કારોબારની વાત કરીએ તો શુક્રવારે વૈશ્વિક બજારમાં ભાવ 5 ટકા જેટલા ઘટ્યા હતા. આજે COMEX પર નીચલા સ્તરેથી થોડી રિકવરી જોવા મળી. સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની વેચવાલી રહી. કેવિન વૉશને ફેડના નવા ચેરમેન બનાવવામાં આવતા ડૉલરમાં તેજી જોઈ. શુક્રવારે ડૉલર ઇડેક્સમાં તેજીના કારણે સોનાની કિંમતો વધારે તૂટી હતી. આજે ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી.

ચાંદીમાં પણ દબાણ આગળ વધતા અહીં સ્થાનિક બજારમાં ભાવ આશરે 6 ટકા જેટલા ઘટીને 2 લાખ 50 હજારની નીચે આવ્યા, તો વૈશ્વિક બજારમાં સાડા 8 ટકાથી વધુના ઘટાડા સાથે 78 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો. અહીં સ્પેક્યુલેટર્સ અને રોકાણકારો દ્વારા નફાવસુલીના કારણે કિંમતોમાં વેચવાલી રહી, ઉલ્લેખનિય છે કે શુક્રવારે ચાંદીની કિંમતોમાં આશરે 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો