Get App

કોમોડિટી લાઈવ: વેસ્ટ એશિયા સંકટ વધવાના સંકેતો, સોના-ચાંદીમાં મોટી વેચવાલી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકાએ અને મોંઘવારી વધવાના ડરની સાથે સપ્લાયની ચિંતાએ બેઝ મેટલ્સ માર્કેટના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા.

MoneyControl Newsઅપડેટેડ Oct 22, 2026 પર 11:33 AM
કોમોડિટી લાઈવ: વેસ્ટ એશિયા સંકટ વધવાના સંકેતો, સોના-ચાંદીમાં મોટી વેચવાલીકોમોડિટી લાઈવ: વેસ્ટ એશિયા સંકટ વધવાના સંકેતો, સોના-ચાંદીમાં મોટી વેચવાલી
સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ ઘટીને 262ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈ 94.46 પ્રતિ ડૉલરની સામે 94.47 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનિય છે કે, ડૉલર ઈન્ડેક્સ 101 ડૉલરને પાર અને ક્રૂડ ઓઈલમાં આવેલી ખરીદદારીના કારણે અહીં દબાણ જોવા મળી રહ્યું છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતો આશરે સવા એક ટકા જેટલી ઘટીને 1 લાખ 44 હજારની પાસે પહોંચી હતી, જ્યારે COMEX પર પણ 4100 ડૉલરના સ્તર તૂટતા જોવા મળ્યા, ક્રૂડ ઓઈલમાં વધતી તેજીથી મોંઘવારી વધવાની આશંકાએ USમાં વ્યાજ દરમાં વધારાના સંકેતો મજબૂત બનતા સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ રહ્યું, અહીં બેઝ મેટલ્સ તરફથી પણ સપોર્ટ ન મળતા વધારે વેચવાલી જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં આશરે અઢી ટકા જેટલા દબાણ સાથે ભાવ 2 લાખ તરફ આવ્યા, તો વૈશ્વિક બજારમાં અઢી ટકાથી વધુની વેચવાલી સાથે 56 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકાએ અને મોંઘવારી વધવાના ડરની સાથે સપ્લાયની ચિંતાએ બેઝ મેટલ્સ માર્કેટના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા. જોકે ઈન્ડોનેશિયામાં ઉત્પાદન કાપના કારણે નિકલની કિંમતોમાં સારી મજબૂતી જોવા મળી, જ્યારે લેબર ડિસરપ્શન્સ અને પ્રતિકૂળ હવામાનને કારણે વૈશ્વિક બજારમાં કોપરમાં પણ તેજી સાથેનો કારોબાર નોંધાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો