Get App

નવરાત્રીમાં વાહનોના વેચાણે તોડ્યા રેકોર્ડ: રિટેલ વેચાણ 11 લાખને પાર, ઇલેક્ટ્રિક વાહનોનો જબરદસ્ત ક્રેઝ!

Navratri vehicle sales: નવરાત્રીના પવિત્ર તહેવારમાં વાહનોના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 10 દિવસમાં 11 લાખથી વધુ વાહનો વેચાયા, જેમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ 26 ટકા વધી છે. જાણો ફાડાનો લેટેસ્ટ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Oct 22, 2026 પર 12:52 PM
નવરાત્રીમાં વાહનોના વેચાણે તોડ્યા રેકોર્ડ: રિટેલ વેચાણ 11 લાખને પાર, ઇલેક્ટ્રિક વાહનોનો જબરદસ્ત ક્રેઝ!નવરાત્રીમાં વાહનોના વેચાણે તોડ્યા રેકોર્ડ: રિટેલ વેચાણ 11 લાખને પાર, ઇલેક્ટ્રિક વાહનોનો જબરદસ્ત ક્રેઝ!
આ નવરાત્રીમાં કુલ 11,23,086 વાહનોનું વેચાણ થયું છે. તેનો સીધો અર્થ એ છે કે નવરાત્રીના 10 દિવસોમાં રોજ સરેરાશ 1.12 લાખ વાહનો લોકોએ ખરીદ્યા છે.

FADA retail data: ભારતમાં નવરાત્રીનો તહેવાર એટલે નવી વસ્તુઓ ખરીદવાનો સૌથી શુભ સમય. આ વર્ષે પણ વાહન બજારમાં ગ્રાહકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ડેટા મુજબ, નવરાત્રીના 10 દિવસના તહેવાર દરમિયાન વાહનોનું રિટેલ વેચાણ 11 લાખનો આંકડો પાર કરી ગયું છે. સૌથી ચોંકાવનારી અને સારી વાત એ છે કે લોકો હવે પેટ્રોલ-ડીઝલ છોડીને ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ ઝડપથી વળી રહ્યા છે.

દરરોજ 1 લાખથી વધુ વાહનો વેચાયા

ફાડાના રિપોર્ટ અનુસાર, આ નવરાત્રીમાં કુલ 11,23,086 વાહનોનું વેચાણ થયું છે. તેનો સીધો અર્થ એ છે કે નવરાત્રીના 10 દિવસોમાં રોજ સરેરાશ 1.12 લાખ વાહનો લોકોએ ખરીદ્યા છે. ગયા વર્ષે નવરાત્રી 11 દિવસની હતી જેમાં 12.01 લાખ વાહનો વેચાયા હતા. તેની સરખામણીમાં આ વર્ષે એકંદર વેચાણમાં 6.52 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ તહેવારનો એક દિવસ ઓછો હોવાનું માનવામાં આવે છે.

ઇલેક્ટ્રિક વાહનોનો દબદબો: વેચાણમાં 26 ટકાથી વધુનો ઉછાળો

આ તહેવારમાં ઇલેક્ટ્રિક વાહનોનો જાદુ છવાયો છે. ગયા વર્ષે 92,628 ઈ-વાહનો વેચાયા હતા, જેની સામે આ વર્ષે 1,17,437 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. એટલે કે EV સેગમેન્ટમાં 26.78 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 33.40 ટકા અને ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના (કાર) વેચાણમાં 26 ટકાનો વધારો નોંધાયો છે.

કયા સેગમેન્ટમાં કેવું રહ્યું વેચાણ?

આ નવરાત્રીએ ટુ-વ્હીલર અને કારના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ખેતી અને વેપારના વાહનોમાં વધારો થયો છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો