US ફેડએ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો, એ સાથે જ બેન્ક ઑફ જાપાને વ્યાજ દરમાં 1 ટકાનો વધારો કર્યો છે, હવે આ સેન્ટ્રલ બેન્કો તરફથી જે વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે, તેની સીધી અસર કૉમોડિટી માર્કેટમાં જોવા મળી રહી છે, US ફેડ દ્વારા વ્યાજ દર વધતા સોના-ચાંદીની ચમક ઘટી, બેઝ મેટલ્સમાં નરમાશ જોવા મળી, અને ક્રૂડ એક વિલનની જેમ સામે આવ્યું, કારણ કે મોંઘા ક્રૂડના લીધે મોંઘવારી વધી, અને પરિણામે ફેડએ વ્યાજ દર વધારવા પડ્યા. આ બધાની અસર હવે કૉમોડિટી બજાર પર કેવી રહી અને આગળ આઉટલૂક કેવું રાખવું તે અંગે ચર્ચા કરીશું.

