આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, જેમાં પણ ક્રૂડ ઓઈલમાં ફરી તેજીનો ઉભરો આવતા બ્રેન્ટના ભાવ 108 ડૉલરને પાર પહોંચતા દેખાયા, જ્યારે USમાં મોંઘવારી વધતા ફેડ દ્વારા હવે વ્યાજ દરમાં વધારાની સંભાવના 72% થવાથી સોના-ચાંદીની કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, તો બાકી બેઝ મેટલ્સમાં પણ નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો, હવે આવી પરિસ્થિતિમાં કૉમોડિટીનું અને ખાસ કરીને એનર્જી પેકનું આઉટલૂક કેવું બની રહ્યું છે, અને તહેવારી સીઝન શરૂ થતા હવે અહીંથી આગળ અન્ય કૉમોડિટીમાં કેવા ટ્રેન્ડ જોવા મળશે તે અંગે ચર્ચા કરીએ.

