Get App

કોમોડિટી રિપોર્ટ: સરકારે ખરીફ પાકોની MSPમાં વધારો કર્યો, ખેડૂતોના દેવા પર વ્યાજમાં છૂટ વાળી સ્કીમ જાહેર કરી

ઉપજ સુધારણા માટે ટેકનોલોજી ડેવલપ કરવી. અનિયમિત વરસાદને પહોંચી વળવા માટે જળ સંરક્ષણ ટેકનોલોજી આપવી. મજૂરોની અછતને પહોંચી વળવા માટે યાંત્રિકીકરણની જરૂર છે. સરકાર પાસે ઓલ ઇન્ડિયા કૉટન FPO અસોસિએશને માગ કરી છે.

MoneyControl Newsઅપડેટેડ May 30, 2025 પર 4:41 PM
કોમોડિટી રિપોર્ટ: સરકારે ખરીફ પાકોની MSPમાં વધારો કર્યો, ખેડૂતોના દેવા પર વ્યાજમાં છૂટ વાળી સ્કીમ જાહેર કરીકોમોડિટી રિપોર્ટ: સરકારે ખરીફ પાકોની MSPમાં વધારો કર્યો, ખેડૂતોના દેવા પર વ્યાજમાં છૂટ વાળી સ્કીમ જાહેર કરી
ખરીફ પાકની MSPમાં વધારાથી કેટલો ફાયદો થશે અને જલ્દી મોનસૂન શરૂ થતા વાવણીની સ્થિતી કેવી જોવા મળી શકે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, અહીં મોનસૂન જલ્દી શરૂ થવાના કારણે ખરીફની વાવણીમાં વધારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે, તો આ સપ્તાહે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે 2 મોટા નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં અનાજ, દાળ, તેલિબીયા સહિત 13 ખરીફ પાકોની MSP વધારવાનો અને ખેડૂતોના દેવા પર વ્યાજમાં છૂટ વાળી સ્કીમ જાહેર કરવાનો સમાવેશ થયો છે. ખરીફ પાકની MSPમાં વધારાથી કેટલો ફાયદો થશે અને જલ્દી મોનસૂન શરૂ થતા વાવણીની સ્થિતી કેવી જોવા મળી શકે.

ખેડૂતો માટે સારા સમાચાર

ડાંગર, મકાઇ, તુવેર, મગ, અડધ, મગફળી , સોયાબીન અને કોટનની MSP વધી. ડાંગરના જનરલ ગ્રેડની MSP ₹2300થી વધારીને ₹2369/ક્વિન્ટલ કરવામાં આવી, 69નો બદલાવ છે. મકાઈની MSP ₹2225 થી વધારીને ₹2400/ક્વિન્ટલ કરવામાં આવી,175. તુવેરની MSP ₹7550થી વધીને ₹8000/ક્વિન્ટલ થઇ, 450. મગની MSP ₹8682થી વધારીને ₹8768/ક્વિન્ટલ કરવામાં આવી, 86. અડદની MSP ₹7400 થી વધારીને ₹7800/ક્વિન્ટલ કરવામાં આવી, 400. મગફળીની MSP ₹6783થી વધારીને ₹7268/ક્વિન્ટલ કરવામાં આવી, 480. સોયાબીનની MSP ₹4892થી વધારીને ₹5328/ક્વિન્ટલ કરવામાં આવી, 436. કૉટન મીડિયમની MSP ₹7121થી વધારીને ₹7710 કરવામાં આવી, 589. કૉટન લોન્ગની 7521 થી વધારી 8110 થઈ, 589નો બદલાવ છે.

તુવેર દાળની ખરીદી

બધા સમાચાર

+ વધુુ વાંચો