Commodity Report: આ સપ્તાહે સોનામાં ઉપલા સ્તરેથી સામાન્ય દબાણ આવ્યું છે અને ભાવ કોમેક્સ પર 3400 ડોલરની નીચે આવ્યા છે. mcx પર પણ ભાવ 1 લાખની નજીક પહોંચ્યા હતા પરંતુ તેને પાર કરી શક્યા ન હતા. સોનાના ETFમાં આ હોલ્ડિંગ ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચ્યું છે. 2025માં તો સોનાએ ગોલ્ડન રિટર્ન આપ્યા છે પરંતુ શું અહીંથી પણ સારા રિટર્ન મળી શકે છે. આ સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ કે નહીં તે અંગે જાણીએ.