Get App

Crude Oil Price: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિની આશાથી ક્રૂડ ઓઈલ 7% તૂટ્યું, બ્રેન્ટ ક્રૂડ 84 ડોલરની આસપાસ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7% નો મોટો કડાકો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 84 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. જાણો લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Aug 03, 2026 પર 9:13 AM
Crude Oil Price: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિની આશાથી ક્રૂડ ઓઈલ 7% તૂટ્યું, બ્રેન્ટ ક્રૂડ 84 ડોલરની આસપાસCrude Oil Price: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિની આશાથી ક્રૂડ ઓઈલ 7% તૂટ્યું, બ્રેન્ટ ક્રૂડ 84 ડોલરની આસપાસ
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ 2 ઓગસ્ટના રોજ પોતાની ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા નવા રૂટ માટે ઈરાન અને ઓમાન વચ્ચે ચાલી રહેલી વાતચીત હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

Crude Oil Price: આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા છ મહિનાથી ઈરાન સાથે ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા હતા અને મોંઘવારીનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ, હવે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની શક્યતા ઊભી થતાં બજારમાં મોટી રાહત જોવા મળી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં આવ્યો મોટો કડાકો

શાંતિની આશા વચ્ચે કાચા તેલના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે, જેનાથી જુલાઈ મહિનામાં આવેલી જંગી તેજી પર બ્રેક વાગી ગઈ છે, બ્રેન્ટ ક્રૂડ7.3% તૂટીને 81.55 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. જોકે, બાદમાં તેમાં થોડી રિકવરી આવી અને તે 84 ડોલરની આસપાસ ટ્રેડ થવા લાગ્યું. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ 4.6% ના ઘટાડા સાથે 80.76 ડોલર પર આવી ગયું છે. સપ્ટેમ્બર WTI કોન્ટ્રાક્ટ પણ 4.9% ઘટીને 80.55 ડોલર પર બંધ થયો છે. નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં બ્રેન્ટ ક્રૂડમાં લગભગ 25% નો ઉછાળો આવ્યો હતો, જે માર્ચ પછીનો સૌથી મોટો માસિક વધારો હતો.

ટ્રમ્પની જાહેરાતથી બજારમાં રાહત

ભાવમાં આવેલા આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું લેટેસ્ટ નિવેદન છે. તેમણે જાહેરાત કરી છે કે તેમણે ઈરાન પર થનારો એક મોટો સૈન્ય હુમલો રદ કર્યો છે અને તેની જગ્યાએ સોમવારથી નવી વાતચીત શરૂ કરવામાં આવશે.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, સાઉદી અરેબિયા સહિત પશ્ચિમ એશિયાના મિત્ર દેશોની અપીલ બાદ તેમણે વાતચીતનો રસ્તો પસંદ કર્યો છે. જોકે, આ માટે તેમણે એક મોટી શરત રાખી છે કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે અધિકારીઓ ઝડપથી સમજૂતી કરે.

ઈરાન અને ઓમાન વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં

બધા સમાચાર

+ વધુુ વાંચો