Get App

Crude oil price surge: શું ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલ $150ને પાર થવાની ભીતિ, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Crude oil price surge: અમેરિકા-ઈરાન વિવાદને કારણે ક્રૂડ ઓઈલના ભાવ $150 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બજારમાં સપ્લાયની મોટી અછતથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થવાની પૂરી શક્યતા છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 11, 2026 પર 1:27 PM
Crude oil price surge: શું ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલ $150ને પાર થવાની ભીતિ, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસરCrude oil price surge: શું ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલ $150ને પાર થવાની ભીતિ, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Crude oil price surge: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકાની શક્યતા

Crude oil price surge: જો તમે વાહન ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તમારા ખિસ્સા પર મોટો બોજ નાખી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ક્રૂડ ઓઈલ (કાચું તેલ)ના ભાવ આસમાને પહોંચી શકે છે.

ક્રૂડ ઓઇલ $150 પ્રતિ બેરલ થવાની આશંકા

એક જાણીતી એજન્સીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, જો બંને દેશો વચ્ચે તણાવ આમ જ વધતો રહેશે તો ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $150 લગભગ 12,500 રૂપિયાથી વધુની સપાટીને સ્પર્શી શકે છે. એપ્રિલ મહિનામાં થયેલી શાંતિ સમજૂતી હવે તૂટવાની અણી પર છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદના ડરથી અમેરિકા સહિત દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

ઇતિહાસની સૌથી મોટી સપ્લાય કટોકટી

વૈશ્વિક બજાર અત્યારે ભયંકર ઓઇલ શોર્ટેજમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટ કેટલું મોટું છે તે આંકડાઓ પરથી સમજી શકાય છે. મિડલ ઈસ્ટના વિવાદને લીધે ખાડી દેશોના 6 મોટા ઓઇલ ઉત્પાદકોનું દરરોજનું 11.8 મિલિયન બેરલ (bpd) ઉત્પાદન હાલમાં ઠપ થઈ ગયું છે. છેલ્લા 3 મહિનામાં જ વૈશ્વિક બજારમાંથી 1 અબજ (1 બિલિયન) બેરલ ક્રૂડ ઓઇલનો સપ્લાય ગાયબ થઈ ગયો છે. આ 1 અબજ બેરલનો આંકડો અમેરિકાના રિઝર્વ ક્રૂડ ઓઇલના જથ્થા કરતા પણ 2.5 ગણો વધારે છે. આધુનિક ઊર્જા બજારના ઇતિહાસમાં આ સૌથી મોટો સપ્લાય આંચકો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટના લેટેસ્ટ ભાવ

આ કટોકટીની સીધી અસર બજારના ભાવો પર દેખાઈ રહી છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ 2%ના ઉછાળા સાથે $95 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડ 4%ના મોટા ઉછાળા સાથે $93.64 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો