વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત $120 પ્રતિ બેરલની સપાટીની અત્યંત નજીક પહોંચી ગઈ છે. ઈરાન પર અમેરિકાના કડક વલણને કારણે તેલના પુરવઠામાં લાંબા સમય સુધી અવરોધ આવવાની આશંકા વધી છે, જેના કારણે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે.

