Crude Oil Price: શુક્રવાર સવારથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં લગભગ 1% નો વધારો જોવા મળ્યો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ સાઉદી અરબની મહત્વની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન અને ક્રૂડ ઓઈલ ઉત્પાદન કેન્દ્રો પર થયેલા હુમલા છે. આ હુમલાઓને કારણે ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર ગંભીર અસર પડવાની આશંકા છે.

