Gold Rate Today : દેશમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ બંને પ્રકારના સોનાના ભાવ નીચે આવ્યા છે. ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, સ્થાનિક બજારમાં સોનાની માંગ સંતુલિત છે, પરંતુ ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલા ઘટાડાની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે.

