Silver Gold Price Today: સોમવાર, 17 ઓગસ્ટના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. અમેરિકન ડોલરમાં આવેલો ઘટાડો અને સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો વધારવાની શક્યતાઓ ઓછી થવાથી સોના-ચાંદીના ભાવને મજબૂત સપોર્ટ મળ્યો છે.

