Get App

સોના-ચાંદીના ભાવમાં ભડકો: એક જ સપ્તાહમાં ચાંદી 15,686 મોંઘી થઈ, સોનું પણ 3,114 ઉછળ્યું, ચેક કરો લેટેસ્ટ રેટ

Gold - Silver Price News: સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ બાદ મોટી તેજી જોવા મળી છે. છેલ્લા અઠવાડિયામાં ચાંદી 15,686 અને સોનું 3,114 મોંઘું થયું છે. જો તમે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો અહીં જાણો 24 કેરેટ અને 22 કેરેટ સોનાના નવા ભાવ.

MoneyControl Newsઅપડેટેડ Jan 11, 2026 પર 11:26 AM
સોના-ચાંદીના ભાવમાં ભડકો: એક જ સપ્તાહમાં ચાંદી 15,686 મોંઘી થઈ, સોનું પણ 3,114 ઉછળ્યું, ચેક કરો લેટેસ્ટ રેટસોના-ચાંદીના ભાવમાં ભડકો: એક જ સપ્તાહમાં ચાંદી 15,686 મોંઘી થઈ, સોનું પણ 3,114 ઉછળ્યું, ચેક કરો લેટેસ્ટ રેટ
Gold - Silver Price News: સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ બાદ મોટી તેજી જોવા મળી છે.

Gold - Silver Price News: જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ અથવા તેમાં રોકાણ કરવાની યોજના હોય, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ કામના છે. પાછલા અઠવાડિયે બુલિયન માર્કેટમાં (સોના-ચાંદી બજારમાં) ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન ચાંદીમાં મોટો કડાકો બોલ્યો અને પછી અચાનક તોફાની તેજી પણ આવી. જોકે, અઠવાડિયાના અંતે બંને કિંમતી ધાતુઓના ભાવ વધીને જ બંધ રહ્યા છે. ચાલો જાણીએ બજારની હાલત અને નવા ભાવ.

ચાંદીના ભાવમાં તોતિંગ વધારો: 15,686નો ઉછાળો

સૌથી પહેલા વાત કરીએ ચાંદીની. ગત સપ્તાહે ચાંદીના ભાવમાં સૌથી વધારે એક્શન જોવા મળ્યું હતું. 2 જાન્યુઆરીના રોજ MCX પર 5 માર્ચ વાયદાની ચાંદીનો ભાવ 2,36,316 પ્રતિ કિલોગ્રામ હતો. અઠવાડિયાના પાંચ દિવસના કારોબાર દરમિયાન આ ભાવ ઉછળીને 2,59,692 સુધી પહોંચી ગયો હતો.

જોકે, શુક્રવારે એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે ભાવમાં થોડો ઘટાડો થયો અને તે 723 ઘટીને 2,52,002 પ્રતિ કિલો પર બંધ રહ્યો. આમ છતાં, સમગ્ર અઠવાડિયાનો હિસાબ લગાવીએ તો ભારે ઉતાર-ચઢાવ વચ્ચે પણ ચાંદીના ભાવમાં 15,686 પ્રતિ કિલોગ્રામનો મોટો વધારો નોંધાયો છે. રાહતની વાત એ છે કે, ચાંદી તેના ઓલ-ટાઈમ હાઈ લેવલ (2,59,692) કરતા હજુ પણ 7,690 જેટલી સસ્તી મળી રહી છે.

સોનામાં પણ ચમક: ભાવ 3,000 કરતા વધુ વધ્યા

માત્ર ચાંદી જ નહીં, સોનાના ભાવમાં પણ ગત સપ્તાહે સારી એવી તેજી જોવા મળી છે. 2 જાન્યુઆરીના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,35,761 પ્રતિ 10 ગ્રામ હતો. પાંચ દિવસના કારોબારના અંતે આ ભાવમાં 3,114 નો વધારો નોંધાયો છે.

MCX પર 5 ફેબ્રુઆરી વાયદાનું સોનું શુક્રવારે 56ના સામાન્ય વધારા સાથે 1,38,875 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જો આપણે સોનાના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ (Life-time high) 1,40,465 સાથે સરખામણી કરીએ, તો સોનું હજુ પણ તેના રેકોર્ડ હાઈ કરતા 1,590 પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો