Get App

સોના-ચાંદીના ભાવ વધશે! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારી સીધી 15% કરી, જાણો આ કડક નિર્ણય પાછળનાં 4 મોટાં કારણો

Gold Import Duty Hike: સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારી 15% કરી છે. જાણો વિદેશી હૂંડિયામણ બચાવવા અને રૂપિયાને ગગડતો અટકાવવા લેવાયેલા આ મોટા નિર્ણય પાછળનાં 4 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ May 13, 2026 પર 8:49 AM
સોના-ચાંદીના ભાવ વધશે! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારી સીધી 15% કરી, જાણો આ કડક નિર્ણય પાછળનાં 4 મોટાં કારણોસોના-ચાંદીના ભાવ વધશે! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારી સીધી 15% કરી, જાણો આ કડક નિર્ણય પાછળનાં 4 મોટાં કારણો
Gold Import Duty Hike: સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી 15% કરી છે.

Gold Import Duty Hike: ભારતમાં લગ્નગાળો હોય કે તહેવારો, શુભ પ્રસંગોએ સોનું અને ચાંદી ખરીદવાની આપણી વર્ષો જૂની પરંપરા રહી છે. પરંતુ હવે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડું વધારે ખિસ્સું ખાલી કરવું પડી શકે છે. કેન્દ્ર સરકારે દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે.

સરકારે સોના અને ચાંદી પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) 6%થી વધારીને સીધી 15% કરી દીધી છે. એટલે કે ડ્યુટીમાં બમણાથી પણ વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, હવે સોના-ચાંદી પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાગશે, જેનાથી કુલ ટેક્સ 15% થઈ ગયો છે.

પરંતુ સવાલ એ થાય છે કે સરકારે અચાનક આટલો મોટો નિર્ણય કેમ લીધો? આવો સમજીએ આ કડક નિર્ણય પાછળનાં 4 સૌથી મોટાં કારણો:

1. સોના-ચાંદીની આયાત પર બ્રેક મારવા

ભારત દુનિયામાં સોનાનો સૌથી વધુ વપરાશ કરતા દેશોમાંનો એક છે. પરંતુ આપણી આ માંગ મોટેભાગે આયાત (વિદેશથી મંગાવીને) પૂરી થાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ, માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડ ઈટીએફ (ETF) માં રોકાણ 186% વધીને 20 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. સરકાર ઈચ્છે છે કે ડ્યુટી વધવાથી આયાત મોંઘી થશે અને લોકો બિનજરૂરી સોનું ખરીદવાનું ટાળશે. એક્સપર્ટ્સ માને છે કે આયાત ઘટાડવા માટે જૂના સોનાનું રિસાયક્લિંગ વધારવું ખૂબ જરૂરી છે.

2. વિદેશી હૂંડિયામણ (Forex Reserve) પરનું દબાણ ઘટાડવા

જ્યારે પણ આપણે વિદેશથી સોનું મંગાવીએ છીએ, ત્યારે તેનું પેમેન્ટ અમેરિકન ડોલરમાં કરવું પડે છે. હાલમાં વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ આસમાને છે અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે ડોલરની માંગ વધી છે. પીએમ મોદીએ પણ દેશવાસીઓને અપીલ કરી છે કે કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવા માટે ઇંધણ બચાવો અને હાલ પૂરતી સોનાની ખરીદી ટાળો. એપ્રિલ મહિનામાં સોનાની આયાત 30 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી હતી, ડ્યુટી વધવાથી આમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો