Gold Price Today: જો તમે આજે સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સતત બે દિવસની સ્થિરતા પછી આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ સતત 6 દિવસથી સ્થિર રહેલી ચાંદી પણ આજે સસ્તી થઈ છે. અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના વલણને કારણે બજાર હાલ સાવચેત છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડી છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડમાં ઘટાડો આવવાથી ચાંદી પર પણ દબાણ જોવા મળ્યું છે.

