Gold Silver Price Today: જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. આજે 27 માર્ચે દેશના બજારમાં સોનાની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ નરમાશ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વૈશ્વિક ઉથલપાથલની અસર હવે સીધી રીતે કિંમતી ધાતુઓના ભાવ પર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

