Gold Price Today : લગ્નની સીઝન કે તહેવારોમાં સોના-ચાંદીની ખરીદી કરવા નીકળતા પહેલાં તેના લેટેસ્ટ રેટ જાણી લેવા ખૂબ જ જરૂરી છે. દેશમાં આજે સતત બીજા દિવસે સોનાની ચમક વધી છે, જ્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં ત્રણ દિવસની સ્થિરતા બાદ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ચાલી રહેલી વાતચીત અને રૂપિયાની નબળાઈને કારણે સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે.

