Gold Rate Today: આજે શુક્રવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. દેશભરમાં 10 ગ્રામ સોનાની કિંમત 200 રૂપિયાથી વધીને 300 રૂપિયા થઈ ગઈ છે. સોનાનો ભાવ માત્ર રૂપિયા 59,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 59,600 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 54,650 રૂપિયા છે. આજે ચાંદીનો ભાવ રૂપિયા 76400 હતો.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 54,550 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 59,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં 22K સોનાની કિંમત 54,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 59,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ છે દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.