Gold Rate Today: આજે 29 ઑક્ટોબરના ધનતેરસના દિવસે સોનું સસ્તુ થયુ છે. સોનાના ભાવમાં 500 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે. આજે સમગ્ર દેશમાં ધનતેરસ મનાવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે, સોનું, ચાંદી અને વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. એવામાં 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો આવવો, સામાન્ય લોકો માટે રાહત ભરેલી છે. 24 કેરેટ ગોલ્ડના રેટ 79,000 રૂપિયા અને 22 કેરેટના ભાવ 73,000 રૂપિયાની આસપાસ છે. ધનતેરસના દિવસે ચાંદીના રેટ 97,900 રૂપિયા છે.