Get App

Gold Rate Today: યુદ્ધના ભણકારા વચ્ચે સોનું સતત બીજા દિવસે મોંઘુ, આ શહેરમાં ચાંદીએ 300000નો આંકડો પાર કર્યો!

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. ચેન્નાઈમાં ચાંદીએ 300000 નો આંકડો પાર કર્યો. જાણો આજના લેટેસ્ટ રેટ.

MoneyControl Newsઅપડેટેડ Mar 11, 2026 પર 9:18 AM
Gold Rate Today: યુદ્ધના ભણકારા વચ્ચે સોનું સતત બીજા દિવસે મોંઘુ, આ શહેરમાં ચાંદીએ 300000નો આંકડો પાર કર્યો!Gold Rate Today: યુદ્ધના ભણકારા વચ્ચે સોનું સતત બીજા દિવસે મોંઘુ, આ શહેરમાં ચાંદીએ 300000નો આંકડો પાર કર્યો!
આજે દિલ્હીમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 100 નો ઉછાળો આવ્યો છે, જેના કારણે તેનો નવો ભાવ 2,90,100 પ્રતિ કિલો થઈ ગયો છે.

Gold Rate Today: સામાન્ય રીતે જ્યારે દુનિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળે છે. હાલમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે સોના અને ચાંદીની ચમક ફરી એકવાર વધારી દીધી છે. વૈશ્વિક અનિશ્ચિતતાના આ માહોલમાં રોકાણકારો માટે આ કિંમતી ધાતુઓ સૌથી સુરક્ષિત રોકાણ (Safe Haven Asset) બની ગઈ છે. જ્યારે પણ નફાબુકિંગના કારણે ભાવ થોડા નીચે આવે છે, ત્યારે નીચલા સ્તરેથી રોકાણકારો ધૂમ ખરીદી કરે છે અને ભાવ ફરીથી ઉપર ભાગી જાય છે.

સોનાના ભાવમાં સતત બીજા દિવસે વધારો

એક દિવસના સામાન્ય ઘટાડા બાદ આજે સતત બીજા દિવસે સોનું મોંઘુ થયું છે. દેશના 10 મોટા શહેરોમાં 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં હલચલ જોવા મળી રહી છે. રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 10 નો વધારો નોંધાયો છે. જો છેલ્લા 2 દિવસની વાત કરીએ તો, 10 ગ્રામ 24 કેરેટ સોનું 710 મોંઘુ થયું છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 2 દિવસમાં 660 (પ્રતિ 10 ગ્રામ) નો વધારો જોવા મળ્યો છે.

ચાંદીમાં ભડકો: 2 દિવસમાં 10,100 નો ઉછાળો

સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં તો જબરદસ્ત ભડકો જોવા મળ્યો છે. સતત 4 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ અને એક દિવસના ઘટાડા પછી, દિલ્હીમાં માત્ર 2 જ દિવસમાં 1 કિલો ચાંદી 10,100 મોંઘી થઈ ગઈ છે. અગાઉ એક જ દિવસમાં ચાંદીમાં 5000 નો ઉછાળો પણ નોંધાયો હતો.

આજે દિલ્હીમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 100 નો ઉછાળો આવ્યો છે, જેના કારણે તેનો નવો ભાવ 2,90,100 પ્રતિ કિલો થઈ ગયો છે. મુંબઈ અને કોલકાતા જેવા મોટા મહાનગરોમાં પણ 1 કિલો ચાંદી આજ ભાવે (2,90,100) વેચાઈ રહી છે.

ચેન્નાઈમાં ચાંદી 3 લાખને પાર

બધા સમાચાર

+ વધુુ વાંચો