Get App

હોર્મુઝ સંકટ: ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યો, કાચા તેલના ભાવમાં ભડકો, ક્રૂડ ઓઈલ $150ને પાર જવાની શક્યતા!

Crude Oil Prices: હોર્મુઝ સંકટ અને ટ્રમ્પ-ઈરાન વિવાદ વચ્ચે કાચા તેલના ભાવમાં ફરી મોટો ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ $150 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જાણો ભારત પર શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 24, 2026 પર 8:55 AM
હોર્મુઝ સંકટ: ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યો, કાચા તેલના ભાવમાં ભડકો, ક્રૂડ ઓઈલ $150ને પાર જવાની શક્યતા!હોર્મુઝ સંકટ: ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યો, કાચા તેલના ભાવમાં ભડકો, ક્રૂડ ઓઈલ $150ને પાર જવાની શક્યતા!
Crude Oil Prices: હોર્મુઝ સંકટ અને ટ્રમ્પ-ઈરાન વિવાદ વચ્ચે કાચા તેલના ભાવમાં ફરી મોટો ઉછાળો.

Crude Oil Prices: વૈશ્વિક તેલ બજારમાં અત્યારે ભારે ટેન્શન અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે શરૂઆતી કારોબારમાં જ કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમતોમાં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ ઈરાનનું એક સત્તાવાર નિવેદન છે. ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને સાવ ખોટો પાડી દીધો છે, જેમાં તેમણે સફળ વાતચીત થઈ હોવાની વાત કરી હતી.

નોંધનીય છે કે, સોમવારે ટ્રમ્પના નિવેદન પછી ક્રૂડના ભાવમાં 10% જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો, પરંતુ મંગળવારે સવારે બજાર ખુલતાની સાથે જ કિંમતો ફરીથી આસમાને પહોંચવા લાગી છે.

ટ્રમ્પના દાવા પર ઈરાનનો જડબાતોડ જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથે તેમની પોઝિટિવ વાતચીત થઈ છે અને તેના પરિણામે તેમણે આગામી 5 દિવસ માટે પોતાના હુમલા ટાળી દીધા છે. જોકે, તેહરાને (ઈરાન) આ વાતને સદંતર ફગાવી દીધી છે. ઈરાને અમેરિકા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અમેરિકા દુનિયાના નાણાકીય બજારોને (Financial Markets) મેનિપુલેટ કરવા માટે એટલે કે પોતાના ફાયદા માટે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે.

આટલું જ નહીં, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકન ઠેકાણાઓ પર નવા હુમલાઓનો દાવો કર્યો છે અને ટ્રમ્પના આ નિવેદનને એક ઘસાયેલો મનોવૈજ્ઞાનિક યુદ્ધ (Psychological warfare) ગણાવ્યો છે. હાલમાં જ ઈરાનના ઈસ્ફહાન માં આવેલા એક ગેસ સ્ટેશન અને ખુર્રમશહેર ના પાવર સ્ટેશનને જોડતી પાઈપલાઈન પર નવા હુમલાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેણે બજારનો ડર વધારી દીધો છે.

ક્રૂડ ઓઈલના આજના લેટેસ્ટ ભાવ (આંકડાઓમાં):

બ્રેન્ટ ક્રૂડ (Brent Crude): ભાવમાં $1.06 (1.1%) નો વધારો થયો છે અને તે $101 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો