Get App

Indian Rupee vs Pakistani Rupee: ડોલર સામે ભારતીય રૂપિયો ગગડ્યો, છતાં પાકિસ્તાની ચલણ કરતાં છે 3 ગણો મજબૂત! જાણો અસલી કારણ

Indian Rupee vs Pakistani Rupee: અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ભલે રેકોર્ડ તળિયે પહોંચ્યો હોય, પણ પાકિસ્તાની રૂપિયા કરતાં તે હજુ પણ 3 ગણો વધુ મજબૂત છે. જાણો ભારત અને પાકિસ્તાનની કરન્સી વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે અને તેની પાછળના મુખ્ય કારણો શું છે.

MoneyControl Newsઅપડેટેડ May 20, 2026 પર 9:01 AM
Indian Rupee vs Pakistani Rupee: ડોલર સામે ભારતીય રૂપિયો ગગડ્યો, છતાં પાકિસ્તાની ચલણ કરતાં છે 3 ગણો મજબૂત! જાણો અસલી કારણIndian Rupee vs Pakistani Rupee: ડોલર સામે ભારતીય રૂપિયો ગગડ્યો, છતાં પાકિસ્તાની ચલણ કરતાં છે 3 ગણો મજબૂત! જાણો અસલી કારણ
Indian Rupee vs Pakistani Rupee: અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ભલે રેકોર્ડ તળિયે પહોંચ્યો હોય, પણ પાકિસ્તાની રૂપિયા કરતાં તે હજુ પણ 3 ગણો વધુ મજબૂત છે.

Indian Rupee vs Pakistani Rupee: અમેરિકન ડોલર (USD) સામે ભારતીય રૂપિયો (INR) ભલે ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હોય, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનની સરખામણીમાં આપણો રૂપિયો હજુ પણ ‘કિંગ' સમાન છે. કાચા તેલના વધતા ભાવ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ અને ગ્લોબલ માર્કેટમાં ડોલરની મજબૂતીના કારણે ભારતીય રૂપિયા પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.

પરંતુ આ બધા સંકટો વચ્ચે પણ એક રાહતની વાત એ છે કે, ભારતીય કરન્સી પાકિસ્તાની રૂપિયા (PKR) કરતા હજુ પણ ઘણી પાવરફુલ છે. ચાલો જાણીએ આજના લેટેસ્ટ ડેટા મુજબ બંને દેશોના ચલણ વચ્ચે કેટલો તફાવત છે અને આટલા મોટા અંતર પાછળનું અસલી કારણ શું છે.

ભારતીય અને પાકિસ્તાની રૂપિયામાં આજે કેટલો ફરક છે?

આજના લેટેસ્ટ કરન્સી એક્સચેન્જ રેટ મુજબ, 1 ભારતીય રૂપિયો લગભગ 3.33 પાકિસ્તાની રૂપિયા બરાબર છે. (નોંધ: કરન્સી રેટ માર્કેટ મુજબ રોજિંદા બદલાતા રહે છે). જો આને એકદમ સરળ ભાષામાં સમજીએ તો, જો તમારી પાસે ભારતના 100 રૂપિયા હોય, તો પાકિસ્તાનમાં તેની વેલ્યુ 330 રૂપિયાથી પણ વધુ થાય છે. આનો સીધો અર્થ એ છે કે ભારતીય રૂપિયો આજે પણ પાકિસ્તાની કરન્સી કરતાં 3 ગણાથી વધુ મજબૂત છે.

આઝાદી વખતે કેવી હતી બંને દેશોની સ્થિતિ?

જ્યારે 1947માં ભારત આઝાદ થયું, ત્યારે અમેરિકન ડોલર સામે આપણો રૂપિયો ઘણો મજબૂત હતો. વર્ષ 1947માં 1 અમેરિકન ડોલરની કિંમત માત્ર 4.76 ભારતીય રૂપિયા હતી. તે સમયે ભારતીય રૂપિયો બ્રિટિશ પાઉન્ડ સાથે જોડાયેલી ફિક્સ્ડ એક્સચેન્જ રેટ સિસ્ટમ પર ચાલતો હતો, જેના કારણે તેની વેલ્યુ એકદમ સ્થિર રહેતી હતી.

શરૂઆતના વર્ષોમાં પાકિસ્તાની રૂપિયો પણ ભારતીય રૂપિયાની બરાબરી પર જ હતો. જોકે, 1948થી 1955 વચ્ચે 1 અમેરિકન ડોલરની કિંમત 3.31 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ હતી. 1949માં જ્યારે બ્રિટિશ પાઉન્ડની વેલ્યુ ઘટાડવામાં આવી, ત્યારે ભારતે પણ પોતાની કરન્સી એડજસ્ટ કરી હતી. પરંતુ પાકિસ્તાને એ સમયે કોઈ ફેરફાર ન કર્યો, જેના લીધે કેટલાક વર્ષો સુધી પાકિસ્તાની રૂપિયો ડોલર સામે વધુ મજબૂત દેખાતો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો