INR vs USD: નવા સપ્તાહની શરૂઆતમાં ભારતીય કરન્સી માર્કેટમાં થોડી રાહત જોવા મળી છે. સોમવાર, 29 જૂન 2026 ના રોજ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 94.35 ના સ્તર પર ખુલ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા ગુરુવારે રૂપિયો 94.40 ના સ્તરે બંધ રહ્યો હતો, જે દર્શાવે છે કે આજે રૂપિયામાં થોડો સુધારો થયો છે.

