Get App

સાઉદી અરેબિયા પર હૂતીઓનો મોટો ડ્રોન હુમલો: 5થી 7 દિવસમાં ખતમ થઈ જશે ઓઈલનો સ્ટોક! દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા

Saudi Arabia oil crisis: સાઉદી અરેબિયાની ઓઈલ પાઈપલાઈન પર હૂતી ડ્રોન હુમલાથી મોટું સંકટ ઊભું થયું છે. દેશ પાસે હવે માત્ર 5 થી 7 દિવસનું જ ક્રૂડ ઓઈલ બચ્યું છે. જાણો કેવી રીતે વૈશ્વિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 14, 2026 પર 2:00 PM
સાઉદી અરેબિયા પર હૂતીઓનો મોટો ડ્રોન હુમલો: 5થી 7 દિવસમાં ખતમ થઈ જશે ઓઈલનો સ્ટોક! દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ થશે મોંઘાસાઉદી અરેબિયા પર હૂતીઓનો મોટો ડ્રોન હુમલો: 5થી 7 દિવસમાં ખતમ થઈ જશે ઓઈલનો સ્ટોક! દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા
આ પાઈપલાઈન લાંબા સમય સુધી બંધ રહેવાથી આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં મોટો ભૂકંપ આવી શકે છે. નિષ્ણાતોના મતે, આ ડેમેજને કારણે દુનિયાની કુલ ઓઈલ સપ્લાયમાંથી લગભગ 4 ટકા (એટલે કે રોજના આશરે 40 લાખ બેરલ) માર્કેટમાંથી ગાયબ થઈ શકે છે.

Houthi drone attack Saudi: સાઉદી અરેબિયા અને તેના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન માટે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેલની નિકાસને લઈને સાઉદી અરેબિયા સામે એક મોટું સંકટ ઊભું થયું છે. તાજેતરમાં થયેલા એક ભયંકર ડ્રોન હુમલામાં દેશની સૌથી મહત્વની 'ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન' ને ભારે નુકસાન પહોંચ્યું છે. જો આ પાઈપલાઈન જલ્દી શરૂ નહીં થાય, તો સાઉદી પાસે નિકાસ માટે બચેલો ક્રૂડ ઓઈલનો સ્ટોક માત્ર 5 થી 7 દિવસમાં જ ખતમ થઈ જશે. ન્યૂઝ એજન્સી 'રોયટર્સ' દ્વારા ઓઈલ શિપમેન્ટ સાથે જોડાયેલા 3 ઉદ્યોગ સૂત્રોના હવાલાથી આ ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.

દુનિયાની 4% ઓઈલ સપ્લાય પર સીધો ખતરો

આ પાઈપલાઈન લાંબા સમય સુધી બંધ રહેવાથી આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં મોટો ભૂકંપ આવી શકે છે. નિષ્ણાતોના મતે, આ ડેમેજને કારણે દુનિયાની કુલ ઓઈલ સપ્લાયમાંથી લગભગ 4 ટકા એટલે કે રોજના આશરે 40 લાખ બેરલ માર્કેટમાંથી ગાયબ થઈ શકે છે.

શુક્રવારે થયેલા ડ્રોન હુમલા બાદ આ પાઈપલાઈનને બંધ કરી દેવામાં આવી છે. આ પાઈપલાઈન સાઉદીના પૂર્વ ભાગના ઓઈલ ફિલ્ડ્સમાંથી કાચું તેલ કાઢીને લાલ સમુદ્રના કિનારે આવેલા 'યાનબુ પોર્ટ' સુધી પહોંચાડે છે. સાઉદી સરકારે હજુ સુધી એ નથી જણાવ્યું કે પાઈપલાઈનને કેટલું નુકસાન થયું છે. જોકે, સૂત્રોનું માનીએ તો તેને રિપેર કરવામાં 5 થી 6 અઠવાડિયા લાગી શકે છે, જ્યારે કેટલાક માને છે કે રિપેરિંગ દરમિયાન અંશતઃ ઓઈલ પમ્પિંગ શરૂ થઈ શકે છે.

સ્ટોરેજની શું છે હાલત?

યાનબુ પોર્ટ પર હાલમાં જેટલું કાચું તેલ છે, તે હાલની નિકાસને માત્ર 5 થી 7 દિવસ જ ખેંચી શકશે. જો પાઈપલાઈન લાંબો સમય બંધ રહી તો આ ભંડાર સાવ ખાલી થઈ જશે. સાઉદી પાસે ઈજિપ્તના કેટલાક બંદરો પર પણ એક્સ્ટ્રા સ્ટોક છે, જેથી ગ્રાહકોને થોડા વધુ દિવસો ઓઈલ આપી શકાશે. ચાલો જોઈએ સ્ટોરેજ કેપેસિટી:

* યાનબુ પોર્ટ: લગભગ 3.5 કરોડ બેરલ

બધા સમાચાર

+ વધુુ વાંચો