Get App

Petrol-Diesel Prices Today :10 દિવસમાં ચોથી વખત વધ્યા રેટ, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ કિંમત

Petrol Diesel Prices Today 2026: સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ઝટકો! માત્ર 10 દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7.50 રૂપિયાનો વધારો થયો છે. જાણો દિલ્હી, મુંબઈ સહિતના મેટ્રો શહેરોમાં ફ્યુઅલના આજના લેટેસ્ટ રેટ અને ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ.

MoneyControl Newsઅપડેટેડ May 25, 2026 પર 9:36 AM
Petrol-Diesel Prices Today :10 દિવસમાં ચોથી વખત વધ્યા રેટ, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ કિંમતPetrol-Diesel Prices Today :10 દિવસમાં ચોથી વખત વધ્યા રેટ, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ કિંમત
અગાઉ 23 મેના રોજ પણ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

Petrol-Diesel Prices Today : વાહનચાલકો માટે માઠા સમાચાર છે. લાંબા સમયની શાંતિ બાદ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોમવારે, 25 મે 2026 ના રોજ દેશમાં સતત ચોથી વખત ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. માત્ર 10 જ દિવસના ટૂંકા ગાળામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 7.50 રૂપિયા પ્રતિ લિટરનો તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.

આજના લેટેસ્ટ ભાવ અને વધારો

તાજેતરના વધારા મુજબ, ડીઝલની કિંમતમાં 2.71 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમતમાં 2.61 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ નવા વધારા સાથે જ રાજધાની દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.20 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. અગાઉ 23 મેના રોજ પણ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

ચાર મેટ્રો શહેરોમાં 25 મે 2026 ના લેટેસ્ટ રિટેલ ભાવ

દિલ્હી: પેટ્રોલ Rs 102.12 (2.61 નો વધારો) | ડીઝલ Rs 95.20 (2.71 નો વધારો)

મુંબઈ: પેટ્રોલ Rs 111.21 (2.72 નો વધારો) | ડીઝલ Rs 97.83 (2.81 નો વધારો)

કોલકાતા: પેટ્રોલ Rs 113.51 (2.87 નો વધારો) | ડીઝલ Rs 99.82 (2.80 નો વધારો)

બધા સમાચાર

+ વધુુ વાંચો