Get App

બે દિવસ બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂત દીઠ 125 મણ સુધી થશે ખરીદી

ગુજરાતમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા મગફળીનો મણનો ટેકાનો ભાવ 1400 રૂપિયા જાહેર કરાયો છે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે, ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરાશે. જરુર જણાશે તો વધુ કેન્દ્રો ખોલાશે.. ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રુપિયાનો વધારો કરાયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2025 પર 12:21 PM
બે દિવસ બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂત દીઠ 125 મણ સુધી થશે ખરીદીબે દિવસ બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂત દીઠ 125 મણ સુધી થશે ખરીદી
હવે 9 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરશે.

હવે 9 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરશે. મગફળી સહિતના ખેડૂતો માટે રાહતનો સમાચાર આવ્યા છે. અંતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની નવી તારીખ જાહેર કરી છે. કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું.

જેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ ન હતી. હવે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા મગફળીનો મણનો ટેકાનો ભાવ 1400 રૂપિયા જાહેર કરાયો છે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે, ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરાશે. જરુર જણાશે તો વધુ કેન્દ્રો ખોલાશે.. ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રુપિયાનો વધારો કરાયો છે.

બીજી તરફ પાક નુકસાનીનું સહાય પેકેજ ટૂંક સમયમાં જ જાહેર કરવાની પણ વાઘાણીએ ખાતરી આપી. રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાક નુકશાન થયું હોવાનો દાવો કર્યો.16 હજાર ગામોમાં કમોસમી વરસાદથી નુકશાન થયું.

બધા સમાચાર

+ વધુુ વાંચો