Get App

ક્મોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડ ઓઈલમાં વેચવાલી

ક્રૂડ ઓઈલમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 63 ડૉલરની પાસે પહોંચ્યા, તો nymex ક્રૂડમાં 59 ડૉલરની પાસે કામકાજ જોવા મળ્યું, અહીં USમાં ઇન્વેન્ટરી વધવા સામે ડિમાન્ડની ચિંતાએ કિંમતો પર અસર દેખાઈ હતી.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2025 પર 12:07 PM
ક્મોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડ ઓઈલમાં વેચવાલીક્મોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડ ઓઈલમાં વેચવાલી
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ વધીને 379ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા મજબૂત થઈ 88.66 પ્રતિ ડૉલરની સામે 88.52 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં 88.62ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે..ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ 100ના સ્તરની પાસે સ્થિર રહેતો દેખાયો છે.

ક્રૂડ ઓઈલમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 63 ડૉલરની પાસે પહોંચ્યા, તો nymex ક્રૂડમાં 59 ડૉલરની પાસે કામકાજ જોવા મળ્યું, અહીં USમાં ઇન્વેન્ટરી વધવા સામે ડિમાન્ડની ચિંતાએ કિંમતો પર અસર દેખાઈ હતી. ક્રૂડ ઓઈલની કિંમતો 2 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા. 31 ઓક્ટોબર સુધી US ક્રૂડની ઇન્વેન્ટરી 5 મિલિયન bblથી વધી. જુલાઈ બાદ US ક્રૂડની ઇન્વેન્ટરીમાં સૌથી મોટો વધારો થયો. 2026 સુધી ગ્લોબલ સરપ્લસ 2 mbpd સુધી પહોંચી શકે છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાથી વધુ વધીને 379ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ નોંધાયું, તેમ છતા COMEX પર સોનું 3980 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યું, સ્થાનિક બજારમાં પણ મામુલી ખરીદદારી સાથેનો કારોબાર રહ્યો, અહીં USના ઓક્ટોબરના પેરોલના આંકડા અનુમાન કરતા સારા રહેતા અને US સરકારના શટડાઉનના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો