Indian exports: અમેરિકાના 50% ટેરિફના સંકટ વચ્ચે ભારતીય નિકાસકારોએ પોતાની કુશળતા દર્શાવી છે. 2025ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં નિકાસમાં વૈવિધ્યીકરણ કરીને એશિયા અને યુરોપના બજારો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનાથી કેટલાક ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. આ વલણથી ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત આધાર મળ્યો છે.

