Vande Bharat Express Trains: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વારાણસી અને ખજુરાહો, લખનૌ અને સહારનપુર, ફિરોઝપુર અને દિલ્હી અને એર્નાકુલમ અને બેંગલુરુ વચ્ચે દોડશે. આ નવી ટ્રેનો દેશના મુખ્ય સ્થળો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે અને પ્રાદેશિક ગતિશીલતામાં વધારો કરશે, જેનાથી દેશભરમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે.

