રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના સોનાના ભંડારનું મૂલ્ય ગત એક વર્ષમાં ત્રણ ગણું થઈ ગયું છે, જે વૈશ્વિક આર્થિક અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાની વધતી માંગ અને ખરીદીનું પરિણામ છે. RBIના તાજેતરના આંકડા અનુસાર, 11 એપ્રિલ, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 11,986 કરોડ રૂપિયા વધ્યું છે. આ તારીખે RBIના સોનાના ભંડારનું કુલ મૂલ્ય 6,88,496 કરોડ રૂપિયા નોંધાયું છે.

