Get App

Red Chilli Price Hike 2026: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! લાલ મરચાના ભાવમાં ભડકો, સિઝન પહેલા જ ભાવ બમણા થયા

Red Chilli Price Hike 2026: લાલ મરચાના ભાવમાં લાલચોળ તેજી! 2026ની સિઝન જામતા પહેલા જ ભાવ બમણા થઈ ગયા છે. જાણો ગોંડલ માર્કેટમાં શું ચાલી રહ્યો છે સુકા મરચાનો લેટેસ્ટ ભાવ અને શા માટે આવ્યો આટલો મોટો ઉછાળો? વાંચો વિગતવાર અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Feb 11, 2026 પર 11:05 AM
Red Chilli Price Hike 2026: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! લાલ મરચાના ભાવમાં ભડકો, સિઝન પહેલા જ ભાવ બમણા થયાRed Chilli Price Hike 2026: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! લાલ મરચાના ભાવમાં ભડકો, સિઝન પહેલા જ ભાવ બમણા થયા
Red Chilli Price Hike 2026: લાલ મરચાના ભાવમાં લાલચોળ તેજી! 2026ની સિઝન જામતા પહેલા જ ભાવ બમણા થઈ ગયા છે.

Red Chilli Price Hike 2026: ગુજરાતીઓના ભોજનનો સ્વાદ જેના વગર અધૂરો છે, તેવા લાલ મરચા હવે સામાન્ય જનતાના ખિસ્સાને રડાવવા તૈયાર છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ મસાલા બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હજુ તો મસાલા ભરવાની સીઝન વિધિવત રીતે શરૂ પણ નથી થઈ, ત્યાં જ લાલ મરચાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં બમણાથી પણ વધુ વધારો નોંધાતા ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાય તેવી શક્યતા છે.

ઉત્પાદન અને ગુજરાતનો હિસ્સો

આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, વર્ષ 2024માં સમગ્ર દેશમાં અંદાજે 29 લાખ ટન લાલ મરચાનું ઉત્પાદન થયું હતું. જેમાં ગુજરાતનો ફાળો 27 હજાર ટન જેટલો રહ્યો હતો. ગુજરાતમાં ખાસ કરીને ગોંડલ પંથકના મરચાં તેના રંગ, સ્વાદ અને તીખાશ માટે દેશભરમાં પ્રખ્યાત છે. જોકે, આ વખતે સીઝન બરાબર જામે તે પહેલાં જ બજારમાં આવેલી તેજીએ વેપારીઓ અને ગ્રાહકો બંનેને ચોંકાવી દીધા છે.

ભાવમાં તોતિંગ ઉછાળો: આંકડા શું કહે છે?

માર્કેટિંગ યાર્ડના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, લાલ મરચાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલો ભાવના ગણિતને સમજીએ:

ફેબ્રુઆરી 2025: સુકા મરચાના 20 કિલોના જથ્થાબંધ ભાવ 800 થી 2300 રૂપિયાની વચ્ચે હતા.

એક મહિના પહેલા: આ ભાવ વધીને 2600 થી 4400 રૂપિયા સુધી પહોંચ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો