Get App

ડોલર સામે રૂપિયામાં ફરી કડાકો, 16 પૈસા તૂટીને 94.90ના સ્તરે પહોંચ્યો, ડોલર ઇન્ડેક્સ 1 વર્ષની ટોચે

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે 16 પૈસાનો કડાકો જોવા મળ્યો છે. રૂપિયો 94.90 ના લેવલ પર ખુલ્યો. ડોલર ઇન્ડેક્સ 1 વર્ષની ટોચે પહોંચતા અને યુએસ ફેડના કડક વલણથી રૂપિયા પર દબાણ વધ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 24, 2026 પર 10:27 AM
ડોલર સામે રૂપિયામાં ફરી કડાકો, 16 પૈસા તૂટીને 94.90ના સ્તરે પહોંચ્યો, ડોલર ઇન્ડેક્સ 1 વર્ષની ટોચેડોલર સામે રૂપિયામાં ફરી કડાકો, 16 પૈસા તૂટીને 94.90ના સ્તરે પહોંચ્યો, ડોલર ઇન્ડેક્સ 1 વર્ષની ટોચે
ટેક્નોલોજી શેરોમાં થયેલા ધોવાણ પછી રોકાણકારો સલામત રોકાણ તરીકે ડોલર તરફ વળ્યા છે. જેના કારણે ડોલર ઇન્ડેક્સ સતત વધીને 101.44 ના લેવલ પર પહોંચી ગયો છે.

INR vs USD: ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર ભારતીય કરન્સી પર જોવા મળી રહી છે. અત્યારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો સતત દબાણનો સામનો કરી રહ્યો છે. બુધવારે કરન્સી માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત થતા જ રૂપિયામાં મોટો ઘટાડો નોંધાયો છે, જે આયાતકારો અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.

ડોલર સામે રૂપિયાની નબળી શરૂઆત

બુધવાર, 24 જૂનના રોજ ટ્રેડિંગ સેશનમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 94.90 ના સ્તર પર ખુલ્યો હતો. મંગળવારે રૂપિયો 94.74 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જે દર્શાવે છે કે આજે તેમાં સીધો 16 પૈસાનો કડાકો આવ્યો છે. અમેરિકાની સેન્ટ્રલ બેન્ક 'યુએસ ફેડરલ રિઝર્વ' દ્વારા વ્યાજદરમાં વધારો થવાની આશંકાઓ અને બજારમાં 'સેફ-હેવન' (સુરક્ષિત રોકાણ) તરીકે ડોલરની માંગ વધવાને કારણે ડોલર એક વર્ષથી વધુ સમયના તેના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે.

ક્રૂડ ઓઇલ સસ્તું છતાં રૂપિયો કેમ દબાણમાં?

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટે ત્યારે ભારતીય રૂપિયાને મોટો સપોર્ટ મળતો હોય છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 77 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે અને આ મહિનામાં જ તેમાં લગભગ 16.5% નો મોટો ઘટાડો નોંધાયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલી ટેન્કરોની સમસ્યા પણ હળવી થઈ છે.

પરંતુ આમ છતાં રૂપિયામાં રિકવરી નથી આવી રહી. કરન્સી ટ્રેડર્સનું માનવું છે કે હવે રૂપિયાની ચાલ નક્કી કરવામાં ક્રૂડ ઓઇલ મુખ્ય પરિબળ રહ્યું નથી. એશિયન અને અમેરિકન બજારોમાં રહેલો રિસ્ક-ઓફ માહોલ અને ડોલરની મજબૂતી રૂપિયાને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.

ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત તેજી

બધા સમાચાર

+ વધુુ વાંચો