Rupee Vs Dollar: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવારે (1 જૂન), ભારતીય ચલણ રૂપિયામાં યુએસ ડોલર સામે મામૂલી રિકવરી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભડકો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત ફંડ પાછું ખેંચવા છતાં, રૂપિયો ડોલર સામે 3 પૈસા મજબૂત થઈને 94.97 ના સ્તરે ખુલ્યો હતો. ગત ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 95.00 ના સ્તરે બંધ થયો હતો.

