Get App

Silver Outlook: પોતાના રેકોર્ડ હાઈથી 67% તૂટી ચૂકી છે ચાંદી, શું અત્યારે ખરીદી કરવાની સાચી તક છે કે હજુ પણ ભાવ ઘટશે?

ચાંદી પોતાના ઓલ-ટાઈમ હાઈ લેવલથી 67% જેટલી તૂટી ચૂકી છે. શું ચાંદીમાં હવે રિકવરી આવશે કે હજુ ભાવ નીચે જશે? જાણો બ્રોકરેજ ફર્મ PL Capitalના રિપોર્ટમાં આપવામાં આવેલા મહત્વના લેવલ્સ અને રોકાણની સલાહ.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2026 પર 3:19 PM
Silver Outlook: પોતાના રેકોર્ડ હાઈથી 67% તૂટી ચૂકી છે ચાંદી, શું અત્યારે ખરીદી કરવાની સાચી તક છે કે હજુ પણ ભાવ ઘટશે?Silver Outlook: પોતાના રેકોર્ડ હાઈથી 67% તૂટી ચૂકી છે ચાંદી, શું અત્યારે ખરીદી કરવાની સાચી તક છે કે હજુ પણ ભાવ ઘટશે?
વર્ષ 1980ના ભારે કડાકા બાદ આધુનિક ઈતિહાસમાં ચાંદીમાં આવેલો આ બીજો સૌથી મોટો ઘટાડો છે.

Silver Outlook : ચાંદી પોતાના ઓલ-ટાઈમ રેકોર્ડ હાઈ લેવલથી લગભગ 67% જેટલી તૂટી ચૂકી છે. આટલા મોટા કડાકા બાદ હવે રોકાણકારોમાં એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ચાંદી પોતાના સૌથી નીચલા સ્તરે આવી ચૂકી છે અને હવે અહીંથી તેની ચમક પાછી ફરશે, કે પછી હજુ પણ તેમાં ઘટાડાનો ખતરો બાકી છે? બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના જણાવ્યા અનુસાર, અમેરિકામાં વ્યાજ દરો વધવાની શક્યતા, વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર ઘટાડો અને સિલ્વર ઈટીએફમાંથી સતત થઈ રહેલી પૈસાની નિકાસીને કારણે ચાંદીની ચમક ઝાંખી પડી છે.

1980 પછીના ઈતિહાસનો બીજો સૌથી મોટો કડાકો

આંકડાઓ પર નજર કરીએ તો 29 જાન્યુઆરી, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં એક ઔંસ ચાંદીનો ભાવ લગભગ $121.60 ના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ સતત ઘટાડાના કારણે આ અઠવાડિયે કોમેક્સ પર ચાંદી ગગડીને $39.50 પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. આ રીતે માત્ર 10 મહિનામાં થયેલા વધારાનો લગભગ બે-તૃતીયાંશ (2/3) હિસ્સો ધોવાઈ ગયો છે. વર્ષ 1980ના ભારે કડાકા બાદ આધુનિક ઈતિહાસમાં ચાંદીમાં આવેલો આ બીજો સૌથી મોટો ઘટાડો છે.

Silver Outlook: ટેકનિકલ ચાર્ટ શું સંકેત આપી રહ્યો છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો