Silver Price Today: આજે સમગ્ર દેશમાં જ્યારે નાતાલ (ક્રિસમસ) નો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. 25 ડિસેમ્બર 2025, ગુરુવારના રોજ ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. છેલ્લા માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં 20,000 રૂપિયા સુધીનો તોતિંગ વધારો નોંધાયો છે. આજે પણ બજાર ખુલતાની સાથે જ ચાંદી 1000 રૂપિયા મોંઘી થઈ છે, જેના કારણે દિલ્હી સહિત દેશના મોટા શહેરોમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,34,000 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. ખાસ કરીને ચેન્નાઈ જેવા શહેરોમાં તો ભાવ આસમાને પહોંચીને 2,45,000 રૂપિયા થઈ ગયો છે.

