LPG cylinder shortage: જો તમે પણ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે રસોઈ ગેસ (LPG) ના સિલિન્ડરને લઈને ચિંતામાં છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એલપીજીની અછતની અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ગેસની કોઈ અછત નથી, બલ્કે આ માત્ર ‘પેનિક બુકિંગ' (ગભરાટમાં કરાયેલું બુકિંગ) ને કારણે ઊભી થયેલી સ્થિતિ છે.

