Get App

Sugar Price Hike: તહેવારોની સિઝનમાં ખાંડનો સ્વાદ થશે કડવો, ભાવમાં 15% સુધીનો જંગી વધારો, જાણો લેટેસ્ટ રેટ

આગામી તહેવારોની સિઝનમાં ખાંડના ભાવમાં 15% સુધીનો વધારો નોંધાયો છે. ઉત્પાદનમાં ઘટાડો અને અલ નીનોની અસરને કારણે મોંઘવારી વધી. જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અને તેના કારણો.

MoneyControl Newsઅપડેટેડ Aug 07, 2026 પર 5:28 PM
Sugar Price Hike: તહેવારોની સિઝનમાં ખાંડનો સ્વાદ થશે કડવો, ભાવમાં 15% સુધીનો જંગી વધારો, જાણો લેટેસ્ટ રેટSugar Price Hike: તહેવારોની સિઝનમાં ખાંડનો સ્વાદ થશે કડવો, ભાવમાં 15% સુધીનો જંગી વધારો, જાણો લેટેસ્ટ રેટ
આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં અંદાજ કરતા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં 293 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિક ઉત્પાદન માત્ર 280 લાખ ટન જ રહ્યું છે. એટલે કે ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થયો છે.

Sugar Price Hike: આગામી તહેવારોની સિઝનમાં ગળ્યા પકવાનોનો સ્વાદ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં સરેરાશ 8 ટકાથી લઈને અમુક રાજ્યોમાં 15 ટકા સુધીનો અધધ વધારો જોવા મળ્યો છે. સરકારના સતત પ્રયાસો છતાં બજારમાં ખાંડ સતત મોંઘી થઈ રહી છે.

ઉત્પાદનમાં ઘટાડો બન્યું મુખ્ય કારણ

આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં અંદાજ કરતા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં 293 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિક ઉત્પાદન માત્ર 280 લાખ ટન જ રહ્યું છે. એટલે કે ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં ખાંડની વાર્ષિક ખપત પણ 280 લાખ ટનની છે. જોકે, રાહતની વાત માત્ર એટલી છે કે ગયા વર્ષનો 50 લાખ ટનનો જૂનો સ્ટોક હજુ દેશમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ વર્ષે અંદાજિત 8 લાખ ટન ખાંડની નિકાસ પણ કરવામાં આવી છે. જથ્થાબંધ બજારની વાત કરીએ તો, છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઉછાળો આવ્યો છે.

વિવિધ શહેરોમાં ખાંડના લેટેસ્ટ ભાવ

સરકારી આંકડાઓ પર નજર કરીએ તો દેશના મેટ્રો શહેરોમાં ખાંડના ભાવમાં મોટો ફરક જોવા મળ્યો છે,

દિલ્હી: એક મહિના પહેલા 45 રૂપિયા હતો, જે હવે વધીને 49 રૂપિયા થઈ ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો